PHYSICS PRACTICAL VIVA VOCE BOOK SEMESTER-5, saurashtra university

Image
This book contains, some questions and answers related to certain Practicals has been prepared according to the B.Sc Physics Semester-5 Syllabus as laid down by Saurashtra University.   Please, remember this question and answer is just for your knowledge and practice.this is not necessary to ask in viva. THANK YOU! [download file] 446 kb.

ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે નહીં

ગુજરાત ને વિશ્વના દેશો ભૂલી શકશે નહીં.


adkuriya.blogspot.com



પૌરાણિક ગુજરાત કહેવાય છે કે ખૂબ સમૃદ્ધ હતું. દ્વારકા સોનાની નગરી કહેવાતી હતી. વિશ્વ વ્યાપારમાં ગુજરાતનો દબદબો હતો. ગુજરાતની ભૂમિ ઉપર એક બંદર એવું હતું કે જેના થકી વિશ્વવ્યાપાર ધમધોકાર ચાલતો હતો. કાળક્રમે ગુજરાતની ભૂમિમાં પરિવર્તન આવ્યા અને કેટલાક બંદરો નામશેષ થયા તો સામે બીજા નવા બંદરો ઊભરીને સામે આવ્યા છે. બંદર એટલે વિશ્વને જોડતું એક નોખું વેપારી મથક. આજે બંદર થકી વિશ્વના દેશો વચ્ચે મોટાભાગનો વેપાર થાય છે.

સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઈની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલું સમુદ્રી બંદર લોથલમાં બાંધવામાં આવ્યું હતું. ઇ.સ. પૂર્વે 2300ની આસપાસના સમયમાં લોથલ એ બંદર ઉપરાંત સુનિયોજીત નગર હતું અને તેની રચના પૂર સબંધિત સમસ્યાઓનો વિચાર કરીને કરવામાં આવી હતી.

લોથલમાં વ્યાપાર માટે આવતા જહાજો લાંગરે તે માટે ડોકયાર્ડ હતું, જે વિશ્વમાં આવી બનાવટોમાં સૌ પ્રથમ હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વિખ્યાત પુરાતત્વવિદ્ ડૉ. એસ. આર. રાવને નવેમ્બર-1945મા લોથલ માઉન્ડની વિગતો મળી આવી હતી. આ વિગતોના આધારે 1955થી 1960 સુધી ચાલેલા ઉત્ખનનના અંતે પ્રાચીનયુગના અદ્દભૂત અવશેષો શોધી કાઢવામાં આવ્યા હતા. એ સમયે ડોકયાર્ડની શોધના કારણે વિશ્વભરના ઇતિહાસકારોમાં લોથલ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું. અમદાવાદથી 80 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં લોથલની સાઇટ આવેલી છે.

એવું કહેવાય છે કે કુદરતી આપત્તિઓ સામે બચવા માટે માનવી તરફથી દર્શાવવામાં આવેલી તાકાત એટલે લોથલનો ઇતિહાસ. 2400થી 1600 સુધીના કાળખંડમાં આ નગરીનો ઇતિહાસ વહેંચાયેલો હોવાનું અનુમાન છે. મોહેન્જો દડો અને હરપ્પા પછી સિંધુ સભ્યતાનું આ સૌથી મોટું નગર હતું. સાબરમતી નદીના પાણી ખંભાતના અખાતમાં થઇને અરબી સમુદ્રને મળતા હતા. ઇતિહાસમાં નોંધાયેલું છે કે લોથલ બંદરે થી દુનિયાના દેશોમાં માલસામાનની મોટાપાયે હેરફેર થતી હતી.

સંશોધન થયેલી સામગ્રીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પાકી ઇંટો દ્વારા બનાવાયેલો જહાજવાડો મળી આવ્યો છે જેની પાણીની તાકાતને રોકવાની ક્ષમતા વિશેષ આંકવામાં આવી છે. વિશ્વના કોઇપણ ખૂણે આ પ્રકારની ઇજનેરી વ્યવસ્થાનો નમૂનો જોવા મળ્યો નથી. મરીન એન્જિનિયરિંગ ક્ષેત્રે વિશ્વની સંસ્કૃતિને મળેલી આ અણમોલ ભેટ છે. લોથલ શબ્દનો અર્થ ભગવદગોમંડળના આધારે જોઇએ તો લોથ-અલ થાય છે. 'લોથ' એટલે ઉપાધી-પીડા અને 'અલ'નો અર્થ નાનો વસવાટ એવો થાય છે. 60 વર્ષના ઉત્ખનન પછી ઇતિહાસકારોએ તેમના પાના લોથલ સાથે સાંકળ્યા છે.

કહી શકાય કે વહાણને લાંગરવાની સ્થાપત્યકલા પહેલા ગુજરાતમા વિકસી હતી. 215 મીટર લાંબો, 38 મીટર પહોળો અને એક મીટર ઉંડો કોટયાર્ડ-ધક્કો પાકી ઇંટો દ્વારા બાંધવામાં આવ્યો હતો. ઇ.સ. પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીનો આ એકમાત્ર ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં આ ધક્કો વધુ વિકસિત હતો. ઉત્તર અને દક્ષિણ બાજુએ અનુક્રમે પ્રવેશ અને નિર્ગમના માર્ગ માટેના ગાળા રાખવામાં આવ્યા હતા. અહીં વહાણોને તરતા રાખી શકાતા હતા. મુંબઈ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કાઓ કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો.

સ્માર્ટ સિટીના સમયમાં લોથલ એક એવી સાફ સુધરી નગરી હતી કે જે આજના સ્માર્ટ સિટીને પણ ટક્કર મારે તેવી હતી. આ નગરીનો અભ્યાસ કરવા વિશ્વના દેશોના શહેરી વિકાસ સાથે જોડાયેલા તજજ્ઞો આવે છે ત્યારે આપણે જ આપણી આ સિટીને વિસરી ગયા છીએ અને તેમાંથી કોઈ બોધપાઠ લેતા નથી.

Comments

popular post

પેરીસ ઓફ સૌરાષ્ટ્ર -Paris of Saurashtra

Ampere’s law and its applications in daily life

ગુજરાત પ્રાણી જીવન - કચ્છ

આઝાદી પહેલાં અને પછીની સ્થિતિ