કચ્છનું નાનું રણ દર્શાવતો ગુજરાતનો નકશો.
ઘુડખર અભયારણ્ય
ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા
ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.
[૧]
આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં
ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે.
કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસાં દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ૭૪ જેટલાં નાનાં ટાપુઓમાં (જેને બેટ કહે છે) ફેરવાઇ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે ૨૧૦૦ જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે.
અહીં ઘણી જાતિઓનાં પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર
[૩]ના એક અભ્યાસ અનુસાર અભયારણ્યમાં,
- ૯૩ જાતિઓનાં જીવ-જંતુઓ - ૨૫ જાતિઓ zooplanktons, ૧ જાતિ annelid, ૪ crustaceans, ૨૪ જંતુઓ, ૧૨ જાતિઓ મૃદુકાય સમુદાયની અને ૨૭ જાતિઓનાં કરોળિયાંઓ.
- ૪ જાતિઓનાં amphibians
- ૨૯ જાતિઓનાં સરિસૃપો - કાચબાની ૨ જાતિઓ, ૧૪ જાતિઓની ગરોળીઓ, ૧૨ જાતિઓના સાપ અને ૧ જાતિના મગર
- Metapenaeus kutchensis - ઝિંગાનો પ્રકાર
- ૭૦,૦૦૦ - ૭૫,૦૦૦ પક્ષીઓના માળાઓ
- ૯ સસ્તન પ્રાણીઓ ૩૩ ઉપજાતિઓ સાથે - જેમાં વિશ્વનાં છેલ્લાં ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે
આ અભયારણ્ય સામ મુખ્ય ભય આ વિસ્તારમાં ગેરકાયદેસર
મીઠું પકવવાનો છે.
[૪] ભારતનાં મીઠાંના કુલ ઉત્પાદનમાંથી ૨૫% આ વિસ્તારમાં પકવવામાં આવે છે.
[૫]
વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન અેન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેમાં આ અભયારણ્યમાં જૈવિક વિવિધતા, અભ્યાસ, નિરિક્ષણ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે.
[૬][૭][૮]
-
-
-
-
ઘુડખર અભયારણ્ય, કચ્છના નાના રણમાં
ઘુડખર
Comments
Post a Comment