ગુજરાત ને વિશ્વના દેશો ભૂલી શકશે નહીં. પૌરાણિક ગુજરાત કહેવાય છે કે ખૂબ સમૃદ્ધ હતું. દ્વારકા સોનાની નગરી કહેવાતી હતી. વિશ્વ વ્યાપારમાં ગુજરાતનો દબદબો હતો. ગુજરાતની ભૂમિ ઉપર એક બંદર એવું હતું કે જેના થકી વિશ્વવ્યાપાર ધમધોકાર ચાલતો હતો. કાળક્રમે ગુજરાતની ભૂમિમાં પરિવર્તન આવ્યા અને કેટલાક બંદરો નામશેષ થયા તો સામે બીજા નવા બંદરો ઊભરીને સામે આવ્યા છે. બંદર એટલે વિશ્વને જોડતું એક નોખું વેપારી મથક. આજે બંદર થકી વિશ્વના દેશો વચ્ચે મોટાભાગનો વેપાર થાય છે. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઈની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલું સમુદ્રી બંદર લોથલમાં બાંધવામાં આવ્યું હતું. ઇ.સ. પૂર્વે 2300ની આસપાસના સમયમાં લોથલ એ બંદર ઉપરાંત સુનિયોજીત નગર હતું અને તેની રચના પૂર સબંધિત સમસ્યાઓનો વિચાર કરીને કરવામાં આવી હતી. લોથલમાં વ્યાપાર માટે આવતા જહાજો લાંગરે તે માટે ડોકયાર્ડ હતું, જે વિશ્વમાં આવી બનાવટોમાં સૌ પ્રથમ હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા